Vishabd | તબેલો બનાવવા માટે મળશે 4 લાખ સુધીની લોન, ઘર બેઠા અરજી કેમ કરવી ? જાણો અહીં તબેલો બનાવવા માટે મળશે 4 લાખ સુધીની લોન, ઘર બેઠા અરજી કેમ કરવી ? જાણો અહીં - Vishabd
Vishabd
Whatsapp Group Join
તબેલો બનાવવા માટે મળશે 4 લાખ સુધીની લોન, ઘર બેઠા અરજી કેમ કરવી ? જાણો અહીં

તબેલો બનાવવા માટે મળશે 4 લાખ સુધીની લોન, ઘર બેઠા અરજી કેમ કરવી ? જાણો અહીં

Team Vishabd by: Majaal | 12:39 PM , 13 April, 2022
Whatsapp Group

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે ખેડુતોની એક યોજના લઈને આવ્યા છે. જે ખેડૂતોને ભેંસો કે ગાયો માટે લોન જોઈએ છે તો આ પોસ્ટ ફ્કત એના માટે જ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી તબેલો બનાવી શકાય છે.

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.

યોજનામાં મળવાપાત્ર સહાય: લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

લોન લેવા માટેની પાત્રતા: અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ:
અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
અરજદારની રેશનકાર્ડની નકલ
બેંક એકાઉન્‍ટની પાસબુક
આધાર કાર્ડની નકલ
અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો)
જામીનદાર-1 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે.

અરજી કેમ કરવી: ઘર બેઠા અરજી કરવા માટે “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે. જેમાં તબેલા માટેની લોન પર ક્લિક કરી પૂરતી માહિતી ભરવાની રહેશે.
આ ફોર્મ તમે vce દ્વારા અથવા સાઇબર કાફે જઈને પણ ફોર્મ ભરી શકો છો.

Whatsapp Group
સબંધિત પોસ્ટ