Vishabd | સવારના ખેડૂત સમાચાર: PM મોદી ખેડૂતોને મોટી ભેટ, મગફળીમાં તેજીનો માહોલ, મફત રાશન, આજના તાજા ખેડૂત સમાચાર સવારના ખેડૂત સમાચાર: PM મોદી ખેડૂતોને મોટી ભેટ, મગફળીમાં તેજીનો માહોલ, મફત રાશન, આજના તાજા ખેડૂત સમાચાર - Vishabd
Vishabd
Whatsapp Group Join
સવારના ખેડૂત સમાચાર: PM મોદી ખેડૂતોને મોટી ભેટ, મગફળીમાં તેજીનો માહોલ, મફત રાશન, આજના તાજા ખેડૂત સમાચાર

સવારના ખેડૂત સમાચાર: PM મોદી ખેડૂતોને મોટી ભેટ, મગફળીમાં તેજીનો માહોલ, મફત રાશન, આજના તાજા ખેડૂત સમાચાર

Team Vishabd by: Akash | 08:21 AM , 20 October, 2022
Whatsapp Group

ઘઉં સહિત છ રવી પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી રાહત આપી છે. ખેડૂતોની આવક વધારવા માટે ઘઉં સહિત રવીના  છ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારાને મંજૂરી આપી દીધી છે. વર્ષ 2022-23 પાક જુલાઇ-જૂન અને 2023-24 માર્કેટિંગ સીઝન માટે ઘઉઁના MSP 110 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યુ છે. આ રીતે જવનું MSP 100 રૂપિયાથી વધારીને 1,735 રૂપિયા, સરસવના 400 રૂપિયા વધારીને 5,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. આ રીતે ચણાના MSPમાં 105 રૂપિયા, મસૂરમાં 500 રૂપિયા અને સૂરજમુખીના MSPમાં 209 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

શું છે મગફળીની માર્કેટ, ભાવ વધશે કે ઘટશે?

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ સારો રહેવાથી મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજીમાં આવતા ખેડૂતોનો ઘસારો વધ્યો છે માર્કેટ યાર્ડમાં દૈનિક 3 હજાર મણથી વધુ મગફળીની આવક થઈ રહી છે તો બીજી તરફ ચાલુ વર્ષે મગફળીના ભાવ પણ ખેડૂતોને ઉંચા મળી રહ્યા છે.મગફળીના પ્રતિ મણના 1,800થી 2,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેના પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં મગફળીના ભાવમાં હજુ પણ ઉછાળો આવશે. મગફળીના ઉંચા ભાવ મળતા ખેડૂતોને દિવાળી વખતે બહુ મોટો ફાયદો થયો છે.

મફત રાશન સાથે 1 કિલો ખાંડ

દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી ૩૨ લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડે 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂ.15 અને રૂ.22 પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે તેવી માહિતી જીતુ વાઘાણીએ આપી હતી. તેમજ તમામ 91 લાખ NFSA રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લીટર સીંગતેલ રૂ.100ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવું પણ જણાવ્યું છે. ભારત સરકાર દ્વારા "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના"ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર-૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે.

પશુપાલકોને દિવાળીની ભેટ

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધ સાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાને બદલે 21 ઓક્ટોબરથી 10 રૂપિયાનો વધારો કરીને 740 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવશે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

2 મફત ગેસ સિલિન્ડર

દિવાળી પહેલા ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ' ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.'

Whatsapp Group
સબંધિત પોસ્ટ