Vishabd | કપાસમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો, ભાવમાં હજી વધુ ઘટાડો થઈ શકે છે કપાસમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો, ભાવમાં હજી વધુ ઘટાડો થઈ શકે છે - Vishabd
Vishabd
Whatsapp Group Join
કપાસમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો, ભાવમાં હજી વધુ ઘટાડો થઈ શકે છે

કપાસમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો, ભાવમાં હજી વધુ ઘટાડો થઈ શકે છે

Team Vishabd by: Akash | 11:21 AM , 03 February, 2023
Whatsapp Group

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૫૯ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ ૧૬ હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૫ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૨ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૭ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૫૦ હજાર ગાંસડી, કર્ણાટકમાં નવ હજાર, આંધ્ર પ્રદેશમાં આઠ હજાર ગાંસડી, તેલંગણામાં ૧૫ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ૨૫૦૦ ગાંસડીની આવક થઈ હતી.

મહારાષ્ટ્રનાં કપાસની આવકો ગુજરાતમાં સતત વધી રહી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. કપાસની બજારમાં આગામી દિવસોમાં વધુ ઘટાડાની સંભાવનાં વધી રહી છે. કપાસિયા અને ખોળ તુટી રહ્યો છેઅને રૂમાં કોઈને પેરિટી નથી, પરિણામે જિનો કપાસની ઊંચાભાવથી ખરીદી કરવાનાં મૂડમાં નથી. 

કપાસનાં ભાવમાં હજી વધુ ઘટાડો થઈ શકે છે. હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં કપાસના ભાવની વચ્ચેનો ગાળો વધીને રૂ.૭૦થી ૮૦ જેટલો પ્રતિ ૨૦ કિલોએ થઈ ગયો છે. આ ગાળો વધીને રૂ.૧૦૦ થશે તો લોકલ કપાસના ભાવ વધુ ઘટશે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૧૨૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૩૦ થી ૧૬૬૫, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૪૦નાં હતાં.

કડીમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને કાઠીયાવાડની ૫૦થી ૬૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦થી ૧૬૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૫૦ થી ૧૭૨૦નાં હતાં. સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૦૭ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૭૫૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૪૫૦નાં હતાં. 

સરેરાશ ભાવ રૂ.૧૬૫૦થી ૧૬૯૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં. રાજકોટમાં ૨૦થી ૨૧ હજાર મણની આવક હતી અને ભાવ ફોરજીમાં રૂ.૧૬૮૦થી ૧૭૦૦, એપ્લસમાં રૂ.૧૬૫૦થી ૧૬૭૦, એમાં રૂ.૧૬૩૦થી ૧૬૫૦, બી ગ્રેડમાં રૂ.૧૬૧૦થી ૧૬૩૦, સી ગ્રેડમાં રૂ.૧૫૫૦થી ૧૫૮૦નાં હતાં. એક એન્ટ્રી રૂ.૧૭૧૦નાં હતાં.

Whatsapp Group
સબંધિત પોસ્ટ