Vishabd | વડ, ખીજડો અને કરોળિયા પરથી નક્કી કરો ચોમાસું કેવું રહેશે, જાણો અંબાલાલ પટેલનું તારણ વડ, ખીજડો અને કરોળિયા પરથી નક્કી કરો ચોમાસું કેવું રહેશે, જાણો અંબાલાલ પટેલનું તારણ - Vishabd
Vishabd
કૃષિ દર્શન

વડ, ખીજડો અને કરોળિયા પરથી નક્કી કરો ચોમાસું કેવું રહેશે, જાણો અંબાલાલ પટેલનું તારણ

Team Vishabd by: Akash | 04:25 PM , 18 May, 2023 વડ, ખીજડો અને કરોળિયા પરથી નક્કી કરો ચોમાસું કેવું રહેશે, જાણો અંબાલાલ પટેલનું તારણ

વડ, ખીજડો અને કરોળિયા પરથી નક્કી કરો ચોમાસું કેવું રહેશે, જાણો અંબાલાલ પટેલનું તારણ

ચોમાસા કેવું રહેશે તેની કેટલીક માન્યતા છે. હોળીની જાર, અખાત્રીજના પવન પરથી વર્તારો કાઢવામાં આવે છે. તેમજ આપણે ત્યાં ટીટોડી ઈંડા મૂકે એના પરથી ચોમાસું કેવું રહેશે એનો અંદાજ લગાવવાની માન્યતા પ્રખ્યાત છે. શું તમને ખબર છે કે ટીટોડી સિવાય પણ બીજી એવી કેટલીક માન્યતાઓ છે, જેના આધારે ચોમાસાના વરસાદનું તારણ કાઢવામાં આવે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવી જ કેટલીક માન્યતાઓ અને તેની પાછળના કારણો અંગે વિગતવાર વાત કરી છે. આવો સમજીએ...

ખીજડાના ઝાડ પરથી ચોમાસું નક્કી કરો

અંબાલાલના મતે ખીજડાનું ઝાડ વધારે પડતું ફૂલે-ફાલે તો પણ ચોમાસામાં બરાબર વરસાદ પડતો નથી. ખીજડાના પાન ખરી જવા જોઈએ. ખીજડો હવામાંથી ભેજ ખેંચે છે. એવામાં જો એના પાંદડા ખરી પડે તો ખીજડાએ હવામાંથી ભેજ વધારે ખેંચી લીધો છે એવું માની શકાય.

આ ૫ાણ વાચો: શું હવામાનમાં કોઈ મોટી નવાજૂની થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન⁠⁠⁠⁠⁠⁠⁠

આ ૫ાણ વાચો: વડ, ખીજડો અને કરોળિયા પરથી ચોમાસું કેવું રહેશે, અંબાલાલ પટેલનું તારણ

પાનખર ઋતુના આધારે અનુમાન

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પાનખર ઋતુમાં ઝાડના પાંદડા અડધાં ખરે અને અડધાં ન ખરે તો ચોમાસું નબળું રહી શકે.

કરોળિયાના જાળાથી વરતારો

અંબાલાલ પટેલના મતે જો ચોમાસાની આસપાસ વડના ઝાડની બખોલમાં કરોળિયા જાળા બનાવે તો ચોમાસામાં યોગ્ય વરસાદ પડવાની સંભાવના ઘટી શકે છે. એટલે કે ચોમાસું નબળું રહી શકે છે.

વડની વડવાઈઓથી નક્કી થશે ચોમાસાનું આગમન

અંબાલાલ પટેલના દાવા પ્રમાણે વડની વડવાઈઓ ફૂટે અને વેંત-સવા વેંતની થાય અને એ સુકાય નહીં ત્યાં સુધીમાં ચોમાસું શરૂ થઈ જાય છે. હજુ વડમાં વડવાઈઓ ફૂટી નથી. જેમ ચોમાસું નજીક આવશે એમ વડવાઈઓ ફૂટવાનું શરૂ થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 2જી જૂને દરિયા કિનારા અને અન્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 4 અને 5 જૂને પવન અને વંટોળથી ચોમાસાની સરી પોકારતા વાદળો આવશે અને રોહિણી નક્ષત્રનો વરસાદ અમુક ભાગમાં થવાની શક્યતા છે. 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે અને ધીમે-ધીમે સમય વાહી પ્રવાહ જોર પકડશે. 10 જૂનની આસપાસ કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 14, 15 અને 17,18 જૂને ચોમાસાની ગતિવિધિ જણાશે.

15થી 20 જૂને ચોમાસાની શક્યતા રહેશે. જેમાં 22 જૂનથી ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા રહેશે. 15થી 30 જૂનમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. કેરળ કાંઠે ચોમાસું 5થી 6 જૂનની આસપાસ બેસવાની શક્યતા રહેશે. પરંતુ પવનનું જોર 2 અને 3 જૂને રહી શકે.

સબંધિત પોસ્ટ