Vishabd | 2000 નો હપ્તો ક્યારે આવશે? તારીખ જાહેર કરવામાં આવી, જાણો પીએમ કિસાન યોજના નાં 12માં હપ્તાની તારીખ 2000 નો હપ્તો ક્યારે આવશે? તારીખ જાહેર કરવામાં આવી, જાણો પીએમ કિસાન યોજના નાં 12માં હપ્તાની તારીખ - Vishabd
Vishabd
કૃષિ દર્શન

2000 નો હપ્તો ક્યારે આવશે? તારીખ જાહેર કરવામાં આવી, જાણો પીએમ કિસાન યોજના નાં 12માં હપ્તાની તારીખ

Team Vishabd by: Akash | 05:26 PM , 11 October, 2022 2000 નો હપ્તો ક્યારે આવશે? તારીખ જાહેર કરવામાં આવી, જાણો પીએમ કિસાન યોજના નાં 12માં હપ્તાની તારીખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો જાહેર કરી શકે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડા પ્રધાન મોદી 17 અને 18 ઓક્ટોબરના રોજ કૃષિ-સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને કિસાન સંમેલન 2022 દરમિયાન આ અંગે જાહેરાત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી શકે છે.

કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 11 હપ્તા મોકલવામાં આવ્યા છે. આ અગાઉ છેલ્લો હપ્તો 31 મેના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આગામી હપ્તો આવે તે પહેલા ખેડૂતોએ લાભાર્થીની યાદી અને ખાતાની સ્થિતિ ફરી એક વખત ચકાસવી જોઈએ. અહીં અમે ખેડૂતોને જણાવવા જઈ રહ્યા છીએ કે તેઓ તેમના ઘરમાં જ રહીને આરામથી લાભાર્થીની સ્થિતિ કેવી રીતે ચકાસી શકે.

કઈ રીતે ચકાસવી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની યાદી?

1: PM કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.

2: આ વેબસાઈટના હોમપેજ પર, 'કિસાન કોર્નર' પર ક્લિક કરો.

3: હવે 'લાભાર્થી યાદી' વિકલ્પ પર ક્લિક કરો.

4: આ પછી તમારા રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, બ્લોક અને ગામની માહિતી ભરો.

5: આ બધી વિગતો ભર્યા પછી 'Get Report' પર ક્લિક કરો અને તમને સંપૂર્ણ યાદી મળી જશે.

લાભાર્થીનું સ્ટેટ્સ કેવી રીતે તપાસવું?

1: આ માટે ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર પણ જાઓ.

2: હોમપેજ પર 'ફાર્મર કોર્નર' સેક્શન પર ક્લિક કરો.

3: હવે, 'લાભાર્થી સ્ટેટ્સ' ટેબ પર ક્લિક કરો.

સબંધિત પોસ્ટ