એક કે બે દિવસ નઇ પરંતુ 17 દિવસ બંધ રહેશે બેન્કો!, ડિસેમ્બર મહિનામાં બેન્કોમાં રજાઓની ભરમાર
Team Vishabd by: Akash | 03:35 PM , 29 November, 2024
એક કે બે દિવસ નઇ પરંતુ 17 દિવસ બંધ રહેશે બેન્કો!, ડિસેમ્બર મહિનામાં બેન્કોમાં રજાઓની ભરમાર
https://www.vishabd.com/posts/bank-holidays-in-december
bank holidays : વર્ષના છેલ્લા માસમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ઘણી રજાઓ આવવાની છે. ડિસેમ્બર મહિનામાં કુલ 17 દિવસ બેન્કો બંધ રહેશે. તહેવારો અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય રજાઓ સિવાય, બેન્કો ડિસેમ્બર મહિનામાં કુલ 5 રવિવાર અને 2 શનિવાર માટે બંધ રહેશે. ભારતમાં બેન્ક રજાઓ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમારે બેન્કમાંથી કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવું હોય, તો રજાઓની સૂચિ ચોક્કસ તપાસો.
વાસ્તવમાં, મોટાભાગનું બેન્કિંગ કામ ફક્ત મોબાઈલ બેન્કિંગ દ્વારા જ થતું હોય છે. પરંતુ આજે પણ લોન લેવા જેવા અનેક પ્રકારના કામ માટે બેન્કની શાખામાં જવું પડતું હોય છે. ચાલો જાણીએ કે ડિસેમ્બર મહિનામાં બેન્કો ક્યારે બંધ રહેશે.
ડિસેમ્બર 2024ના મહિનામાં બેન્ક રજાઓ! - bank holidays
- 1 ડિસેમ્બરે રવિવારની સાપ્તાહિક રજાના કારણે દેશની બધી બેન્કો બંધ રહેશે.
- 3 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના તહેવાર હોવાથી ગોવામાં બેન્કો બંધ રહેશે.
- 8 ડિસેમ્બરે રવિવારના કારણે દેશની બધી બેન્કો બંધ રહેશે.
- 12 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ મેઘાલયમાં પા-તોગન નેંગમિંજા સંગમાના દિવસે બેન્કો બંધ રહેશે.
- 14 ડિસેમ્બર (શનિવાર)ના રોજ બીજા શનિવારના કારણે દેશની બધી બેન્કો બંધ રહેશે.
- 15 ડિસેમ્બરે રવિવારના કારણે દેશની બધી બેન્કો બંધ રહેશે.
- 18 ડિસેમ્બર (બુધવાર)ના રોજ મેઘાલયમાં યુ સોસો થમની પુણ્યતિથિ નિમિત્તે બેન્કો બંધ રહેશે.
- 19મી ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેન્કો બંધ રહેશે.
- 22 ડિસેમ્બરે રવિવારના કારણે દેશની બધી બેન્કો બંધ રહેશે.
- 24 ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં નાતાલની પૂર્વસંધ્યાએ બેન્કો બંધ રહેશે.
- 25 ડિસેમ્બર (બુધવાર)ના રોજ ક્રિસમસના અવસર પર સમગ્ર ભારતમાં બેન્કો બંધ રહેશે.
- 26 ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં નાતાલની ઉજવણી નિમિત્તે બેન્કો બંધ રહેશે.
- 27 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ નાગાલેન્ડમાં નાતાલની ઉજવણીના કારણે બેન્કો બંધ રહેશે.
- 28મી ડિસેમ્બર (શનિવાર)ના રોજ ચોથા શનિવારના કારણે દેશની બધી બેન્કો બંધ રહેશે.
- 29 ડિસેમ્બરે રવિવારના કારણે દેશની બધી બેન્કો બંધ રહેશે.
- 30 ડિસેમ્બર (સોમવાર) ના રોજ મેઘાલયમાં U Kiang Nangbah ના અવસર પર બેન્કો બંધ રહેશે.
- 31 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ મિઝોરમ અને સિક્કિમમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા/લોસોંગ/નમસોંગના અવસર પર બેન્કો બંધ રહેશે.