Chance of rain : દીવાળી પહેલા હવામાનનો મિજાજ બદલાયો છે. નવેમ્બર મહિનો આવવાનો છે અને ઠંડીનું જોર નથી. જો કે રાત્રીના સમય દરમ્યાન હવામાન ઠંડું પડે છે, દિવસ દરમિયાન તાપ જેવો તડકો (તીવ્ર સૂર્યપ્રકાશ) પડે છે, પરંતુ દિવાળીના તહેવારમાં વિક્ષેપ પડી શકે છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિવાળીના તહેવારોમાં હવામાન કેવું રહેશે? તે અંગેની અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની જોરદાર આગાહી
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં હવામાન ચોખ્ખું રહેશે, પરંતુ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના ઘણા દરિયાકાંઠાના ભાગોમાં અપર એર સાયક્લોન આવ્યું હતું, ત્યાર પછી IMD દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
IMD એ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી તમિલનાડુ, કરાઈકલ, કેરળ, પુડુચેરી, દરિયાકાંઠાના લક્ષદ્વીપ અને દક્ષિણ કર્ણાટકમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે આંધ્રપ્રદેશના પાર્વતીપુરમમાં 12 mm વરસાદ નોંધાયો હતો. જિયામ્મા વલસામાં 7 mm, કોમરાડામાં 4 mm અને સીતાનગરમમાં 4 mm વરસાદ નોંધાયો હતો. ઓડિશાની વાત કરીએ તો, નિશ્ચિંતકોઇલીમાં 8 mm અને બિસમ-કટકમાં 5 mm વરસાદ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : દિવાળીમાં કેવું રહેશે વાતાવરણ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
આગામી 7 દિવસના હવામાનની વાત કરીએ તો તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કર્ણાટકના દરિયાકાંઠાના ભાગોમાં 28 થી 29 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ, માહી અને લક્ષદ્વીપમાં 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 1 થી 3 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તરીય રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 30 અને 31 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઓડિશામાં 28 થી 29 ઓક્ટોબર સુધી હળવો વરસાદ વરસી શકે છે. 29 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.