Cold forecast : હાલના દિવાળી તહેવારો શરૂ થઇ ચૂકેલ છે, પરંતુ મેદાની વિસ્તારોમાં ઠંડી હજુ પણ ગાયબ છે. કેટલાક પહાડી વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ ગરમીનું મોજું ચાલુ છે. થોડા વર્ષો પહેલા સુધી દિવાળી પર ઠંડી લાગતી હતી, પરંતુ દિલ્હી-NCR તો છોડી દો, હરિદ્વારમાં પણ (તાપમાનમાં વધારો) ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે.
દિલ્હી-NCRમાં ઠંડીની એન્ટ્રી પહેલા પ્રદૂષણે હાહાકાર મચાવ્યો છે. દિલ્હી હોય કે નોઈડા વહેલી સવારે તો ધુમ્મસની ચાદર જોવા મળે છે. આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400 થી વધુ રહ્યો હતો. નિષ્ણાતોના મત મુજબ આવતીકાલે એટલે કે દિવાળીના બીજા દિવસે દિલ્હીનું હવામાન વધુ ખતરનાક સ્તરે પહોંચી જશે. હવામાનની સ્થિતિ પર નજર કરીએ તો આવતીકાલે દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહી શકે છે. આવતીકાલે આસમાન સ્વચ્છ રહેવાની ધારણા છે. સવારના સમયે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ શકે છે.
આ પણ વાંચો : માવઠું, ગરમી કે ઠંડીની મોસમ જામશે? નવેમ્બર મહિનાની કેવી રહેશે શરૂઆત?, જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 34, નોઇડામાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 33, લખનૌમાં લઘુત્તમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 33, જયપુરમાં લઘુત્તમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન 36, ભોપાલમાં લઘુત્તમ તાપમાન 17 અને મહત્તમ તાપમાન 34, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન 22, પટનામાં લઘુત્તમ તાપમાન 24 અને મહત્તમ તાપમાન 33, મુંબઇમાં લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 36, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 23 અને મહત્તમ તાપમાન 37 અને જમ્મુમાં લઘુત્તમ તાપમાન 15 અને મહત્તમ તાપમાન 31 જેટલું રહેશે.
આ પણ વાંચો : હવે હવામાન પથારી ફેરવશે? કમોસમી વરસાદ ફરી પડશે? જાણો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની નવી આગાહી
દિલ્હીની જેમ યુપી-બિહારમાં પણ દિવાળીના દિવસે હવામાન સ્વચ્છ રહ્યું હતું. હવામાન ખાતાએ 2 દિવસ પહેલા આગાહી કરી હતી કે દિવાળી પછી યુપી-બિહારના હવામાનમાં ફેરફાર થશે અને પછી ઠંડી દસ્તક આપશે. આગામી 3 દિવસ સુધી યુપી-બિહારમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી બિહારના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવતીકાલથી જ બિહારમાં ઠંડીની અસર જોવા મળશે.
પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, તામિલનાડુના 15 જિલ્લા આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદથી પ્રભાવિત રહી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડિંડીગુલથી અરિયાલુર સુધીના ઘણા જિલ્લા આ વરસાદથી પ્રભાવિત રહી શકે છે. આ ઉપરાંત પુડુચેરી અને કરાઈકલમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા રાજ્યના 15 જિલ્લામાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં ડિંડીગુલ, મદુરાઈ, સાલેમ, વેલ્લોર, ક્રિષ્નાગિરી, તિરુપત્તુર, તિરુચી, કરુર, ધર્મપુરી, નમક્કલ, ઈરોડ, કલ્લાકુરિચી, પેરામ્બલુર, તિરુવન્નામલાઈ અને અરિયાલુરનો સમાવેશ થાય છે.