weather forecast : ગુજરાતમાં દિવાળીના તહેવારની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે મોટાભાગના ગુજરાતીઓ આ તહેવારોની રજામાં ફરવા નીકળી જતા હોય છે. ત્યારે ભાઇબીજના તહેવાર સુધી ગુજરાતના હવામાનનો મૂડ કેવો રહેશે તે અંગે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી. હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રનાં ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ, આજથી 7 દિવસ ગુજરાતનું તાપમાન યથાવત રહેશે. રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે એવું લાગતું નથી.
આ પણ વાંચો : દિવાળીમાં કેવું રહેશે વાતાવરણ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રનાં ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે, 2010 થી 2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર મહિનામાં 20 ડિગ્રી નોંધાયું હતું. જે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લઘુતમ તાપમાન વધુ નોંધવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હાલ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું નોંધાયું છે. મોટાભાગના વિસ્તારોમાં 34 થી 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ આ ઊંચા તાપમાન માંથી કોઇ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. 31 ઓક્ટોબર સુધી તાપમાનમાં રાહત મળે તેવી કોઇ શક્યતા નથી. હાલ પવનની ગતિ સામાન્ય છે અને તેમાં હાલ કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. પવનની દિશાઓ સતત બદલાતી રહેશે!
આ પણ વાંચો : ઠંડીની આગાહી વચ્ચે દેશના ક્યાં રાજ્યોમાં આજે વરસાદના અણસાર?, કેવું રહેશે તાપમાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનાની શરૂઆતના સમયમાં 6 થી 8 નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની ધારણા છે. રાજ્યમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થઇ જશે, અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળશે. જેને કારણે લોકોને ગરમ કપડાંનો ઉપયોગ શરૂ કરવાની જરૂર પડશે.