Vishabd | ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાતા તંત્ર એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાતા તંત્ર એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાતા તંત્ર એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

Team Vishabd by: Akash | 01:19 PM , 28 June, 2022 ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાતા તંત્ર એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાતા તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા છે.

ગુજરાતમાં ભારે પવન સાથે પડેલા વરસાદને લઈ મોટી સંખ્યામાં વૃક્ષો તૂટી પડ્યા છે ત્યારે ફરી ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની અગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમને લઈ ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું છે ત્યારે ફરી મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જવાની શકયતા વ્યક્ત થતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.

હાલતો ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અહીં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકવાની શકયતા હોય માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઇ છે.
રાજ્યના દરિયાકાંઠે વસતા લોકો અને માછીમારોને સાવચેત કરાયા છે. હાલમાં જખૌ, માંડવી, મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં 3 નંબર સિગ્નલ લગાવાયું છે.

સબંધિત પોસ્ટ