ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે ત્યારે આજે પણ રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ટૂંકાગાળાની આગાહી (સવારના 7થી 10 સુધીની ત્રણ કલાકની આગાહી) કરવામાં આવી છે તેમાં રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં આખા સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
નાઉકાસ્ટમાં સવારના 7થી 10 વાગ્યા સુધીની ત્રણ કલાકની આગાહી કરવામાં આવી છે તેમાં આખા સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 10એ જિલ્લામાં રેડ એલર્ટ સાથે થડરસ્ટોર્મ એક્ટિવિટી અને 41-61 કિલોમીટર (ગસ્ટિંગ સાથે) ગતિના પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે
બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે
સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજ રીતે કચ્છ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા અને પાટણ માટે ત્રણ કલાકની આગાહીમાં યલો એલર્ટ અપાયું છે.