Vishabd | આજે બપોર બાદ આટલા જીલ્લા સાવઘાન: ગુજરાતના આ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ આવશે આજે બપોર બાદ આટલા જીલ્લા સાવઘાન: ગુજરાતના આ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ આવશે - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે બપોર બાદ આટલા જીલ્લા સાવઘાન: ગુજરાતના આ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ આવશે

આજે બપોર બાદ આટલા જીલ્લા સાવઘાન: ગુજરાતના આ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ આવશે

Team Vishabd by: Akash | 12:42 PM , 30 May, 2023
Whatsapp Group

ગુજરાતમાં હજીપણ કમોસમી વરસાદનો કહેર ઓછો થયો નથી. રાજ્યમાં 28, 29 અને 30 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગે હાલ 10 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક માટેની આગાહી વ્યકત કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબીમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. વરસાદની સાથએ પવનની ગતિ પણ 40 કીમી પ્રતિ કલાકની રહી શકે છે

આજે આટલા જીલ્લા સાવઘાન

આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામા આવી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડામાં માવઠાની આગાહી કરી છે. તો સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની શકયતા છે. ખેડા અને પંચમહાલમાં પણ માવઠું પડવાની શકયતા છે. વડોદરા, ભરૂચ, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ ૫ડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજયમાં માવઠાની અસર જોવા મળી રહી છે. 

સોમવારે રાજ્યના 28 તાલુકામાં વરસાદ ખાબકયો હતો. તો કચ્છના અંજારમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંઘાયો હતો. ગુજરાતમાં વરસાદની આગાહીમાં સતત બીજા દિવસે 10થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો છે. વાત કરીએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ વરસાદ ખાબકયો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ નોંઘાયો છે. રાજકોટના ધોરાજી, જેતપુર અને ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. લાઠી અને સાવરકુંડલામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો ભાવનગરના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સમગ્ર પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. 

અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડું આવશે 

ચોમાસું આવે તે પહેલા જ ગુજરાત પર મોટું સંકટ આવી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 7 થી 10 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે. દેશમાં સત્તાવાર ચોમાસું બેસવાને હજી વાર છે, પરંતુ કમોસમી વરસાદ કનડી રહ્યો છે. આવામાં પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આસપાસ બેસે તેવી શક્યતા છે. 4 જૂન સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં 7 થી 10 જૂન સુધી એક વાવાઝોડું આવવાની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકસાન થવાની ભીતિ છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જુનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. સાથે જ વાવાઝોડાનું સંકટ પણ આવી ચઢશે. 

રોહિણી નક્ષત્ર પરથી વરસાદની આગાહી કેવી રીતે કરાય છે 

રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. 15 દિવસનું નક્ષત્ર હોય છે. રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય છે. જે તારીખે રોહિણી નક્ષત્ર બેસે છે. 72 દિવસનું વાયરું ફૂંકાય છે. જેમ-જેમ બીજા પાયા વરસાદ થાય તો એટલા વાયરાના દિવસો ઓછા ગણાય છે. રોહિણી નક્ષત્રના ઉતરતા એટલે 1થી 4 જૂનમાં વરસાદ આવે છે તો ચોમાસું બરાબર આવે છે. રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે છે કે, ચોમાસું મોડું બેસવાનું છે અથવા વાયરું ફૂંકાવવાનું છે. રોહિણી બધા દિવસ ગાજવીજ સાથે વરશે તો દોષ રહેતો નથી. રોહિણી નક્ષત્રના શરૂઆતના દિવસોમાં છાટા પડે તો ચોમાસાના સારા સંકેત ગણાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસની સાયકલ બરાબર ચાલે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ