Vishabd | હવામાન અને અંબાલાલ પટેલની ઘાતક આગાહી, જાણો આજની હવામાન આગાહી હવામાન અને અંબાલાલ પટેલની ઘાતક આગાહી, જાણો આજની હવામાન આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
હવામાન અને અંબાલાલ પટેલની ઘાતક આગાહી, જાણો આજની હવામાન આગાહી

હવામાન અને અંબાલાલ પટેલની ઘાતક આગાહી, જાણો આજની હવામાન આગાહી

Team Vishabd by: Majaal | 08:53 AM , 02 September, 2024
Whatsapp Group

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં તો મેઘરાજાએ ક્યાંક કહેર તો ક્યાંક મહેર વરસાવ્યો છે. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી 40 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

બીજી સપ્ટેમ્બરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, 2થી 4 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવશે. પહેલી સિસ્ટમથી કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે. જ્યારે બીજા રાઉન્ડમાં આગામી તારીખ 3થી લઈને 10 સુધીમાં ગુજરાત ફરી તરબોળ થશે.

તેના કારણે કેટલાક સ્થળોએ તો 2થી 8 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે. વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, તેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ થવાની સંભાવના છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતના કેટલાય ભાગોમાં 8 ઈંચથી વધું વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર, જુનાગઢ પણ તેની અસર જોવા મળશે. સપ્ટેમ્બર મહિનો કોરો જશે નહીં, ભાદરવો ભરપૂર રહેવાનો છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે 26મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પ્રથમ સિસ્ટમ બનવાની છે તેને લઈને આગાહી કરી છે.આજ મધરાતથી હવામાનમાં પલટો આવશે. એક સિસ્ટમ ગુજરાતમાં લુણાવાડા થઈને સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, રાધનપુર, ત્યાર બાદ મહેસાણાના ભાગોમાં, બેચરાજી, કડી, કલોલ, અમદાવાદ,ગાંધીનગર ઉપરાંત વિરમગામ, લખતર, લીંબડી, ચોટીલા, થાન, રાજકોટના ભાગોમાં, જામનગરના ભાગો, રાપરના ભાગો અને ક્ચ્છના અન્ય ભાગોમાં તારીખ 3 થી 10માં વરસાદ થવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત સમી, હારીજ, ચાણસમા, સમી શંખેશ્વર, પાટણ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઇ કોઈક ભાગમાં 2 થી 6 ઈંચ વરસાદ થવાની શક્યતા રહેલી છે. વડોદરા, આણંદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. સુરત વગેરે ભાગોમાં કોઈક કોઈક ભાગોમાં 6 થી 8 ઈંચ વરસાદ થવાની શક્યતા રહેલી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ