Vishabd | ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે ક્યાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ? ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે ક્યાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે ક્યાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ?

ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે ક્યાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ?

Team Vishabd by: Akash | 06:24 PM , 02 December, 2024
Whatsapp Group

Cyclone Fangal : ચક્રવાત ફેંગલની અસર દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળી છે. આ સાથે પડોશી દેશ શ્રીલંકામાં પણ તેની અસર જોવા મળી હતી. ફેંગલના કારણે ભારતના 3 અને શ્રીલંકાના 15 સહિત કુલ 19 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકોને સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ!, રાજકોટ સૌથી ઠુંડુ શહેર,અંબાલાલ પટેલની નવી આગાહી

કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ! - Cyclone Fangal

જો કે હવામાન ખાતાએ આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે જેમાં કેરળમાં આજે 4 જિલ્લા મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, કાકીનાડા અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશના અન્ય જિલ્લાઓ તેમજ દક્ષિણ તટીય ક્ષેત્રના નેલ્લોરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાયલસીમાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

"ફેંગલ"થી પુડુચેરી સુધી ભારે વરસાદ! - Cyclone Fangal

ચક્રવાત ફેંગલને કારણે પુડુચેરીમાં ભારે પવન સાથે ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. પુડુચેરીમાં 24 કલાકમાં લગભગ 50 cm વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, જેના કારણે આખું શહેર ગંભીર પૂરની ઝપેટમાં આવી ગયું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું પણ આવશે?, જાણો અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની આગાહી

30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર , રવિવારે સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં પુડુચેરીમાં 48.4 cm વરસાદ નોંધાયો હતો. 1995 થી 2024 દરમિયાન 24 કલાકમાં આ સૌથી વધુ વરસાદ છે. અગાઉ 31 ઓક્ટોબર 2004ના રોજ પુડુચેરીમાં 24 કલાકમાં સૌથી વધુ 21 cm વરસાદ પડ્યો હતો.

તમિલનાડુમાં પૂરની સ્થિતિ, હજારો અસરગ્રસ્ત!

તમિલનાડુના અધિક મુખ્ય સચિવ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજેશ લાખાણીએ કહ્યું છે કે, 'ચક્રવાત પસાર થઈ ગયો છે અને હવે અમારું ધ્યાન રાહત કાર્ય પર છે. ચક્રવાત થોડા સમય માટે અટકી ગયો હતો તેથી ઘણો વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે. મરિના, પટ્ટિનપક્કમ અને ઇલિયટ સહિત ચેન્નાઈના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા હતા.

Whatsapp Group
સબંધિત પોસ્ટ