ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે તેમ જણાવ્યું છે કે, આ સાથે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હજી પણ વરસાદ ગયો નથી! હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી મોટી આગાહી
અમદાવાદ કેન્દ્રના હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે બપોરે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજે ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા તથા દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આવતીકાલથી છ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતના હવામાન પર કેવી અસર કરશે આ બે-બે વાવાઝોડા? અંબાલાલ પટેલની મોટી આગાહી
રામાશ્રય યાદવે તાપમાન અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, મહત્તમ તાપમાન છે જે આવનારા 5 દિવસ માટે યથાવત્ રહેશે. તાપમાન ઇન્ક્રીસીંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે. આ સાથે તેમણે એમ જણાવ્યું કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધવામાં આવ્યું છે અને ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી રોજ મોટો ફેરફાર થશે! અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં સક્રિય થતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે. આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની સંભાવના ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના વિસ્તારોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે.