28 સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે
હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 11 જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.
ગુજરાતમાં 28 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધારે રહેવાની શક્યતાઓ છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવેલ છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ 28 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધારે રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 28 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.
ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે, આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
28 સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ વરસાદનો માહોલ ચાલુ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 સપ્ટેમ્બરના રોજ 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા નથી.
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે, આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં 28 સપ્ટેમ્બરના રોજ કોઈ ખાસ ઍલર્ટ નથી પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે.
30 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે
ગુજરાતમાં હાલ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે.
હવામાન વિભાગે આપેલ માહિતી મુજબ ગુજરાતના આ જિલ્લાઓની સાથે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય હજી થોડી મોડી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર ઘટશે. ત્યાર પછી રાજ્યમાંથી ફરી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઑગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂરની સ્થિતિ પેદા થઈ હતી.