Vishabd | ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે, શિમલા કરતાં ક્યું શહેર બન્યું ઠંડું?, જાણો બીજા અન્ય શહેરોની સ્થિતિ ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે, શિમલા કરતાં ક્યું શહેર બન્યું ઠંડું?, જાણો બીજા અન્ય શહેરોની સ્થિતિ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે, શિમલા કરતાં ક્યું શહેર બન્યું ઠંડું?, જાણો બીજા અન્ય શહેરોની સ્થિતિ

ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે, શિમલા કરતાં ક્યું શહેર બન્યું ઠંડું?, જાણો બીજા અન્ય શહેરોની સ્થિતિ

Team Vishabd by: Akash | 06:37 PM , 28 November, 2024
Whatsapp Group

gujarat winter : ગુજરાતનું હવામાન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, શિયાળાએ રાજ્યમાં પગ જમાવવાનું શરૂ કરી દીધું છે. જ્યાં નવેમ્બર માસની શરૂઆતમાં ઠંડીના કોઈ સંકેત નહોતા ત્યારે હવે મહિનાના અંતે લોકો ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સવાર અને સાંજ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ પણ વાંચો : ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની જોરદાર આગાહી, જાણો તેણે શું કહ્યું?

શિમલા કરતાં ક્યું શહેર બન્યું ઠંડું? - gujarat winter

ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. નલિયાનું તાપમાન શિમલાના તાપમાન જેટલું જ છે. શિમલામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક દિવસો સુધી હવામાનની સ્થિતિ એવી જ રહેશે. ઘણા શહેરોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ચક્રવાત ફેંગલથી દેશના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ, જાણો IMDની જોરદાર આગાહી

દિવસે-દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે! - gujarat winter

હવામાન ખાતા દ્વારા જારી કરાયેલી ઠંડીના આંકડા મુજબ બુધવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. જ્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસથી 22.8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. સરેરાશ દરરોજ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે બુધવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

શું ગુજરાત પર હિમવર્ષાની અસર?

ઉત્તર ભારત અને ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ પર પહોંચતા ગુજરાતમાં પણ તાપમાનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો વધુ નીચે જશે જેના કારણે ઠંડીમાં વધારો થશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ