Vishabd | પેટ્રોલ-ડીઝલ સસ્તું કે મોંઘું?, જાણો આજના લેટેસ્ટ ભાવ!, આ રીતે ચેક કરી શકાશે તમારા શહેરનો ભાવ પેટ્રોલ-ડીઝલ સસ્તું કે મોંઘું?, જાણો આજના લેટેસ્ટ ભાવ!, આ રીતે ચેક કરી શકાશે તમારા શહેરનો ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
પેટ્રોલ-ડીઝલ સસ્તું કે મોંઘું?, જાણો આજના લેટેસ્ટ ભાવ!, આ રીતે ચેક કરી શકાશે તમારા શહેરનો ભાવ

પેટ્રોલ-ડીઝલ સસ્તું કે મોંઘું?, જાણો આજના લેટેસ્ટ ભાવ!, આ રીતે ચેક કરી શકાશે તમારા શહેરનો ભાવ

Team Vishabd by: Akash | 04:41 PM , 26 November, 2024
Whatsapp Group

Petrol-Diesel Latest Rates : નેશનલ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ અપડેટ કરવામાં આવે છે. એટલે કે લેટેસ્ટ અપડેટ મુજબ આજે એટલે કે 26 નવેમ્બર 2024, મંગળવારે પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના દરમાં વધારો-ઘટાડો ચાલુ છે. ચાલો જાણીએ, આજે મહાનગરોમાં પેટ્રોલના ભાવ શું છે?

જાણો ક્રૂડ ઓઇલની કિંમત! - Petrol-Diesel Latest Rates

આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ $73.07 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ $68.97 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે ભારતની વાત કરીએ તો, સરકારી તેલ કંપનીઓએ આજે ​​26 નવેમ્બર, 2024 ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં પેટ્રોલના દર - Petrol-Diesel Latest Rates

આજે નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ ₹94.77 પ્રતિ લીટર છે. જયારે મુંબઈમાં પેટ્રોલના ભાવ ₹103.44 પ્રતિ લીટર છે. તો કોલકાતામાં પેટ્રોલના ભાવ ₹104.95 પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ₹100.90 પ્રતિ લીટર છે.

જાણો આજના ડીઝલના ભાવ!

આજે નવી દિલ્હીમાં ડીઝલના ભાવ ₹87.67 પ્રતિ લીટર છે, કોલકાતામાં ડીઝલના ભાવ ₹91.76 પ્રતિ લીટર અને મુંબઈમાં ડીઝલના ભાવ ₹89.97 પ્રતિ લીટર છે. તો આજે ચેન્નઈમાં ડીઝલનો ભાવ ₹92.48 પ્રતિ લીટર છે.

જાણો અહીં વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવ!

  • વિશાખાપટ્ટનમમાં પેટ્રોલના ભાવ  ₹108.35 પ્રતિ લીટર

  • ઇટાનગરમાં પેટ્રોલના ભાવ ₹103.35 પ્રતિ લીટર

  • ડિબ્રુગઢમાં પેટ્રોલના ભાવ ₹98.98 પ્રતિ લીટર

  • દરભંગામાં પેટ્રોલના ભાવ ₹105.73 પ્રતિ લીટર

  • ચંદીગઢમાં પેટ્રોલના ભાવ ₹94.30 પ્રતિ લીટર

  • પણજીમાં પેટ્રોલના ભાવ ₹96.60 પ્રતિ લીટર

  • જૂનાગઢમાં પેટ્રોલનો ભાવ ₹95.10 પ્રતિ લિટર

  • કુરુક્ષેત્રમાં પેટ્રોલના ભાવ ₹95.33 પ્રતિ લીટર

  • કુલ્લુમાં પેટ્રોલના ભાવ ₹95.03 પ્રતિ લીટર

  • ઉધમપુરમાં પેટ્રોલના ભાવ ₹96.71 પ્રતિ લીટર

  • ધનબાદમાં પેટ્રોલના ભાવ ₹97.77 પ્રતિ લીટર

  • કોટ્ટયમમાં પેટ્રોલના ભાવ ₹105.99 પ્રતિ લીટર

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે!

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના દર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના દર પર આધારિત હોય છે. ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરે છે. ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે જુદા-જુદા શહેરોના પેટ્રોલ અને ડીઝલના દરની માહિતી અપડેટ કરે છે.

તમારા શહેરમાં તેલના ભાવ SMS દ્વારા ચેક કરો!

જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લગાડવામાં આવેલા ટેક્સને કારણે જુદા-જુદા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દર પણ અલગ-અલગ હોય છે. ફોન પરથી SMS કરીને પણ દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાણી શકાય છે. આ માટે ઇન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો હોય છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ