Vishabd | ગુજરાતીઓ સ્વેટરની સાથે હવે રેઈનકોટ પણ તૈયાર રાખજો!, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતીઓ સ્વેટરની સાથે હવે રેઈનકોટ પણ તૈયાર રાખજો!, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતીઓ સ્વેટરની સાથે હવે રેઈનકોટ પણ તૈયાર રાખજો!, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતીઓ સ્વેટરની સાથે હવે રેઈનકોટ પણ તૈયાર રાખજો!, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

Team Vishabd by: Akash | 06:08 PM , 03 December, 2024
Whatsapp Group

Ambalal prediction : ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છના નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ તો ડાંગ, ડીસા અને જામનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસએ પારો પહોંચ્યો છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો પર મોટી આકાશી આફત આવી રહી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ અઠવાડિયામાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે.

આ પણ વાંચો : ગુજરાતના ક્યાં વિસ્તારોમાં થશે માવઠું? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી - Ambalal prediction 

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર પછી માવઠું થવાની પુરી સંભાવના છે. 4 થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે.

સુરત, નવસારી, વલસાડના વિસ્તારોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે.

આ પણ વાંચો : ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે ક્યાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ?

ડિસેમ્બરમાં બીજું એક વાવાઝોડું પણ આવશે! - Ambalal prediction 

ડિસેમ્બરમાં "ફેંગલ" સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14 થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની સંભાવના છે. જે દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.

લઘુતમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે!

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની શક્યતા નથી. આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર પછી વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો જઈ શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ