Vishabd | મફત પ્લોટ સહાય યોજનાં, ગુજરાતનાં લોકોને મફતમાં મળશે પ્લોટ, જાણો અરજી કંઈ રીતે કરવી મફત પ્લોટ સહાય યોજનાં, ગુજરાતનાં લોકોને મફતમાં મળશે પ્લોટ, જાણો અરજી કંઈ રીતે કરવી - Vishabd
Vishabd
યોજનાઓ

મફત પ્લોટ સહાય યોજનાં, ગુજરાતનાં લોકોને મફતમાં મળશે પ્લોટ, જાણો અરજી કંઈ રીતે કરવી

Team Vishabd by: Majaal | 12:39 PM , 17 June, 2023 મફત પ્લોટ સહાય યોજનાં, ગુજરાતનાં લોકોને મફતમાં મળશે પ્લોટ, જાણો અરજી કંઈ રીતે કરવી

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે 100 ચો.મી. સુધીના ઘરથાળના મફત પ્લોટ ફાળવવા પંચાયત વિભાગ, નાણા વિભાગ અને મહેસુલ વિભાગે મંજુરી આપી છે. રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની વાત કરીએ તો તેની શરૂઆત 1972થી થઇ હતી.

ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

જરૂરી દસ્તાવેજ
અરજી ફોર્મ
રેશનકાર્ડની નકલ
ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
SECCના નામની વિગત
ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો.

ગુજરાત મફત પ્લોટ સહાય યોજના ઓનલાઈન અરજી કઈ રીત કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

સબંધિત પોસ્ટ