Vishabd | છાતીના પાટિયા બેસી જાય એવી અંબાલાલ પટેલની આગાહી, જાણો વાવાઝોડુ ગુજરાતમાં ક્યારે? છાતીના પાટિયા બેસી જાય એવી અંબાલાલ પટેલની આગાહી, જાણો વાવાઝોડુ ગુજરાતમાં ક્યારે? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
છાતીના પાટિયા બેસી જાય એવી અંબાલાલ પટેલની આગાહી, જાણો વાવાઝોડુ ગુજરાતમાં ક્યારે?

છાતીના પાટિયા બેસી જાય એવી અંબાલાલ પટેલની આગાહી, જાણો વાવાઝોડુ ગુજરાતમાં ક્યારે?

Team Vishabd by: Majaal | 09:22 AM , 09 October, 2024
Whatsapp Group

મોટાભાગના રાજ્યોમાંથી ચોમાસું વિદાઈ લઈ ચુક્યું છે તારે ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાઈ થઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ચોમાસું જતાં-જતાં ભારે વાદળો વરસાવી રહ્યું છે.

હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગરબાના રસિયાઓ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

પોતાની આગાહીમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

સાથે જ વાવાઝોડાની આગાહી અંગે જણાવ્યું કે અરબી સમુદ્રમાં 12 ઓક્ટોબર સુધીમાં હલચલ જોવા મળશે અને 14થી 19-20 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની શક્યતા રહેશે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું પણ બની શકે છે.

વાવાઝોડાની દિશા અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે એ કઈ તરફ જશે એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના કારણે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે.

સાથે જ જે ભાગોમાં વરસાદની જરૂર છે, એવા ભાગો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો થવાની શક્યતા રહેશે.  

જોકે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 13 ઓક્ટોબર સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી.

આખા રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવરાત્રિમાં વરસાદ ન પડવાના કારણે હાલ તો ખેલૈયાઓ આનંદથી ગરબે ઝૂમી રહ્યા છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ