રાત્રિ દરમિયાન પાટણમાં વરસાદી માહોલ રહ્યો હતો. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે હળવા પવન અને વીજળીના કડકા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે બે-ત્રણ દિવસથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. હાલ ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 6 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં એક દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
ગઇકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, બુધવારે બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આ સાથે તેમણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક દિવસ ગાજવીજની ચેતવણી આપી છે. માછીમારોને આગામી ચાર દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.