Vishabd | ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે IMDની મોટી આગાહી!, જાણીએ શું છે IMDની આગાહી? ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે IMDની મોટી આગાહી!, જાણીએ શું છે IMDની આગાહી? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે IMDની મોટી આગાહી!, જાણીએ શું છે IMDની આગાહી?

ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે IMDની મોટી આગાહી!, જાણીએ શું છે IMDની આગાહી?

Team Vishabd by: Akash | 05:11 PM , 27 November, 2024
Whatsapp Group

cold snap in gujarat : ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. નલિયામાં તાપમાન સામાન્યથી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધવામાં આવ્યું છે. શિયાળામાં રાજ્યના સૌથી ઠંડુ શહેર તરીકે જાણીતા નલિયામાં તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. વહેલી સવારે અને રાતે લોકોને ઠંડીનો અહેસાસ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે. જેને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે. IMDના જણાવ્યા અનુસાર અંદમાન અને નિકોબાર ટાપુમાં ચક્રવાત સર્જાવાની શક્યતાથી રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે. જો કે હવામાન ખાતાની આગાહીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આગામી 5 થી 6 દિવસ સુઘી રાજ્યના તાપમાનમાં કોઈ પણ ફેરફાર થવાની શક્યતા નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીનો કેવો રહેશે મિજાજ? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી

ઠંડીનું જોર વધ્યું? - cold snap in gujarat

જો આપણે રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં નોંધવામાં આવેલ તાપમાનની વાત કરીએ તો હાલ રાજ્યમા 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યાં નલિયા 14.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે ઉભરી આવ્યું છે. તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 17 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 16 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 16 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 19 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 21 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના હવામાનમાં મોટી ઉથલપાથલ, કાતિલ ઠંડી વચ્ચે ત્રાટકશે વાવાઝોડું!

ચક્રવાતી તોફાનની શક્યતા! - cold snap in gujarat

IMDના રિપોર્ટ પ્રમાણે, લો પ્રેશર ધીમે-ધીમે મજબૂત થશે અને પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, ત્યારપછી તે વધુ મજબૂત બનશે અને પછી ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. ભારતીય હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે આ સિસ્ટમ આખરે 26 અને 27 નવેમ્બરે ઉત્તરી શ્રીલંકામાં ટકરાશે. જો કે, આ સાથે હવામાન ખાતાએ માહિતી આપી છે કે સિઝનના આ તબક્કે આ ચક્રવાત વિશે અંતિમ આગાહી કરવી અને તેના ટ્રેક અને તીવ્રતાનો અંદાજ લગાવવો શક્ય નથી.

જાણીએ વાવાઝોડુંનું થયુ નામકરણ સંસ્કાર 

નવી સિસ્ટમ અને આગામી દિવસોમાં તેની હિલચાલ પર નિર્ભર કરે છે કે આવનારા સમયમાં શું થશે. વાવાઝોડું આવશે કે નહીં તે આ હવામાન પ્રણાલીની ગતિ જોઈને સમજી શકાય છે.જોકે જો આ સિસ્ટમ વાવાઝોડું બને છે તો આ સીઝનનું બીજું ચક્રવાક હશે. સાઉદી અરેબિયાના સૂચન આપ્યું છે કે, આગામી વાવાઝોડાનું નામ ' ફેંગલ' રાખવામાં આવશે અને તેણે 'ફીનજલ' ઉચ્ચારણ કરવામાં આવશે. સંયોગથી, નવેમ્બરમાં બંગાળની ખાડી પર બનેલા આ તોફાનો સામાન્ય રીતે ઉત્તર આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. બાંગ્લાદેશ પણ આ વાવાઝોડાની રેન્જમાં આવે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ