હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને હવામાન ખાતા દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : આ ત્રણ જિલ્લામાં હળવો વરસાદ પડશે!, જાણો હવામાન ખાતાની સાત દિવસની ભારે આગાહી
રાજ્યના તાપમાન અંગેની મોટી આગાહી
હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. જોકે, ગુજરાતમાં ભૂર પવનો શરૂ થઈ ગયા છે જેના કારણે થોડીક ઠંડકનો અનુભવ થઈ શકશે. ત્યારે હવામાન ખાતા દ્વાર આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે જે સામાન્ય કરતાં એકાદ ડિગ્રી વધુ નોંધવામાં આવ્યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હજી પણ વરસાદ ગયો નથી! હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી મોટી આગાહી
મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણની આગાહી
અમદાવાદ કેન્દ્રના હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, આજથી છ દિવસ સુધી ગુજરાતનું હવામાન સુકૂં રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન છે જે આવનારા પાંચ દિવસ માટે યથાવત્ રહેશે. તાપમાન ઇન્ક્રિસિંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે.
અમદાવાદ કેન્દ્રના હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધવામાં આવ્યું છે અને ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાશે તેવું અનુમાન છે.
વાવાઝોડા અંગેની અંબાલાલની મોટી આગાહી
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ થશે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે. આ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે.
આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની સંભાવના ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના વિસ્તારોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે.