રાજ્ય પર વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે, તો અનેક સ્થળે પાણી પણ ભરાયા છે,
ત્યારે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. સાથે હવામાન વિભાગે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
આજે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પરિસ્થિતિ આવી જ રહેવાની છે. જ્યારે મધ્ય ગુજરાતને આંશિક રાહત મળી શકે છે. આપને જણાવીએ કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે તો મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે.
29 ઓગસ્ટની આગાહી
29 ઓગસ્ટની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને યલો એલર્ટ અપાયું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને યલો એલર્ટ અપાયું છે.
30 ઓગસ્ટએ વરસાદનું જોર ઘટશે !
ખાસ વાત એ છે કે, છેકે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે. સાથો સાથ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત ઘટશે. જો કે, છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.