Vishabd | વરસાદ એલર્ટ: આજથી 1 જુલાઇ સુધી આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વરસાદ એલર્ટ: આજથી 1 જુલાઇ સુધી આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

વરસાદ એલર્ટ: આજથી 1 જુલાઇ સુધી આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 06:38 PM , 28 June, 2022 વરસાદ એલર્ટ: આજથી 1 જુલાઇ સુધી આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજથી 1 જુલાઇ સુધી આગાહી

1 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના પગલે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગાહી મુજબ પહેલી જુલાઈ સુધી રાજ્યમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયામાં ડિપ્રેશનના કારણે પવનની ગતિ વધી શકે છે. ત્યારે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે તંત્ર સતર્ક થઈ ગયુ છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનુ સિગ્નલ લગાવાયુ છે અને દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને માછીમારી ન કરવા જણાવાયુ છે. હાલમાં દરિયામાં સામાન્ય કરન્ટ જોવા મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે: અંબાલાલ
ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆત અને 15થી 20 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ 5 દિવસ સાર્વત્રિક મેઘમહેર થશે તેવી આગાહી કરી છે. તેમાં સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. જેમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી આગામી 01 જુલાઈ વરસાદનું જોર વધુ રહેશે.0

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં 5મી જુલાઈ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. 29 અને 30 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 29મી જૂને ભરુચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 30 જૂને ભરુચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.

સબંધિત પોસ્ટ