Vishabd | થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી

થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Akash | 12:09 PM , 03 March, 2023
Whatsapp Group

રાજ્યમાં ઉતર ઉતરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. બપોર થતા ગરમીનો અહેસાસ થય રહ્યો છે. ઉનાળાની શરુઆત જ આકરી ગરમીથી થઇ છે. મહત્તમ તાપમાન 38 ડીગ્રી આસપાસ પહોંચી ગયુ છે. હજુ પણ 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. અને 48 કલાક તાપમાન યથાવત રહેશે. પરંતુ ચાર માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.

4 માર્ચ: દાહોદ , વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છમાં વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં વાતાવરણ સુકૂં રહેવાનુ અનુમાન છે.

5 માર્ચ: ૫ તારીખે પણ વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. આ દિવસે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી,ભાવનગર અને કચ્છમાં માવઠું થવાનુ અનુમાન છે.

6 માર્ચ: સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માવઠુ થશે.

માવઠાની આગાહીના કારણે ખેડુતોની ચિંતા વધારો થયો છે. કારણ કે, શિયાળુ પાક તૈયાર થઇ ગયો છે. માવઠું થાય તો પાકને નુકાસાન થાય. તેમજ બાગાયતી પાકને પણ નુકસાન થવાની ચિંતા છે. કેરીનો પાક પણ તૈયાર થઇ ગયો છે. માર્કેટમાં કેરીની આવક શરું થઇ ગઇ છે. થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવે તો વધુ નુકસાન થાય કારણ કે થંડર સ્ટોમમાં પવનની ગતી તેજ હોય છે. ભારે પવનના કારણે કેરીનો પાક ખરી પડે છે.

હવામાન વિભાગના ડાયરેકટ મનોરમા મહોન્તિએ જણાવ્યુ છે કે, રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે. અને અમુક વિસ્તારમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ થશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ