Cold forecast : ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે. હવામાન ખાતા દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ઠંડો પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતીઓ સ્વેટરની સાથે હવે રેઈનકોટ પણ તૈયાર રાખજો!, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંતો દ્વારા 4 થી 6 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શકયતા વ્યક્ત કરવામાં છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતના ક્યાં વિસ્તારોમાં થશે માવઠું? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ, ગુજરાતમાં હાલ 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ માટે લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. જે પછીના દિવસોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
હવામાન ખાતા દ્વારા કચ્છના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજી કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ રહે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.