Vishabd | ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની જોરદાર આગાહી, જાણો તેણે શું કહ્યું? ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની જોરદાર આગાહી, જાણો તેણે શું કહ્યું? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની જોરદાર આગાહી, જાણો તેણે શું કહ્યું?

ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની જોરદાર આગાહી, જાણો તેણે શું કહ્યું?

Team Vishabd by: Akash | 04:59 PM , 28 November, 2024
Whatsapp Group

કમોસમી વરસાદની ભારે આગાહી! - Ambalal Patel forecast 

Ambalal Patel forecast : ડિસેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેનું નામ 'ફેંગલ' રાખવામાં આવશે. આ તોફાનની અસર તામિલનાડુ પૂડુંચેરી અને ચેન્નઈના વિસ્તારોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની સંભાવના છે. 

જેમાં તામિલનાડુ થી પુડુંચેરીના ભાગોમાં ચેન્નઈના  કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 65 થી 70Km પ્રતિ કલાકે રહેશે. કેટલાક વિસ્તારમાં 80 થી 90Km પ્રતિ કલાકે પવન ફુંકાશે. તેની અસર આંધ્ર ઓરિસ્સામાં અને તેના વાદળોની અસર પૂર્વ રાજસ્થાનના ભાગ તરફ આવી શકે છે. 

આ પણ વાંચો : 2 દિવસ પછી તાપમાનમાં થશે ઘટાડો અને ઠંડી વધશે! જાણો હવામાન ખાતાની આગાહી

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના! - Ambalal Patel forecast 

3 થી 5 ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. અન્ય ડિપ્રેશન થાય મુંબઈ સુધી અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની શક્યતા છે. 

લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા!

બીજું લો પ્રેશર 5 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં થવાની શક્યતા છે. વાદળોની અસરના કારણે રાજ્યમાં 29 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઘટવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. સવારમાં લઘુતમ તાપમાન વધતા અમુક વિસ્તારોમાં ઠંડીની આંશિક અસર જોવા મળશે. 

આ પણ વાંચો : ચક્રવાત ફેંગલથી દેશના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ, જાણો IMDની જોરદાર આગાહી

પંચમહાલ સાબરકાંઠામાં ઠંડી રહેશે યથાવત!

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીમાં થશે રાહત. ઉત્તર ગુજરાતમાં પંચમહાલ સાબરકાંઠા અમુક અંશે ઠંડી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. હાલમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત નથી. 

ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. હાલમાં યુરોપ અને અમેરિકામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની સંભાવના છે. દક્ષિણ ચીનમાં પણ સખત ઠંડી પડશે. 22 ડિસેમ્બરથી દેશ સહિત ગુજરાતના વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 

ઠંડીમાં ક્યારે થશે વધારો?

27 ડિસેમ્બર પછી ઠંડી માં વધારો થતો જશે અને જાન્યુઆરીની શરૂઆત સુધીમાં લઘુત્તમ તાપમાન અમુક ભાગોમાં 8 ડિગ્રી સેલ્સિયસ અમુક ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસ થવાની સંભાવના છે. એશિયામાં આવતા પવનોના કારણે ભારતમાં પણ ઠંડીનો અહેસાસ થશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ