Vishabd | અંબાલાલ પટેલની મોટી આગાહી, માવઠું તો ટ્રેલર હતું, ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે, જાણો અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી, માવઠું તો ટ્રેલર હતું, ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે, જાણો અંબાલાલ પટેલની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
અંબાલાલ પટેલની મોટી આગાહી, માવઠું તો ટ્રેલર હતું, ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે, જાણો અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની મોટી આગાહી, માવઠું તો ટ્રેલર હતું, ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે, જાણો અંબાલાલ પટેલની આગાહી

Team Vishabd by: Akash | 04:04 PM , 02 February, 2023
Whatsapp Group

ગુજરાતમાં હાલ માવઠા બાદ કાતિલ ઠંડી પડી રહી છે. પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં પડનાર ઠંડીને લઈને એક આગાહી કરી છે, પરંતુ હાલ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળશે. આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં વધારો થશે. બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થશે.

તાપમાનમાં વધારો થવાની સાથે ઠંડીમાં પણ આંશિક રાહત મળશે. 24 કલાક બાદ વેસ્ટન ડીસ્ટર્બન્સ અસર થવાના કારણે તાપમાનમાં વધારો થશે. જ્યારે અમદાવાદનું તાપમાન આજે 13.4 ડિગ્રી પહોંચ્યું છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં પણ વારંવાર પશ્ચિમ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં બર્ફીલી ઠંડી પડશે. જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. હવામાનના પલટો આવશે. તેમજ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે. 12થી 14 ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે, અને 17થી 20 ફેબ્રુઆરીના હવામાનમાં પલટો આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરી માસમાં ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે. ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે માર્ચ મહિનામાં સરેરાશ કરતા વધુ ગરમી પડશે. આ દરમિયાન ગરમીનો અહેસાસ થશે અને રાત્રે ઠંડી લાગશે. એટલે કે, બેવડી ઋતુનો અહેસાસણ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બર્ફીલા પવનનોને કારણે કૃષિમાં અસર થશે. 22થી 23 ફેબ્રુઆરીના ફરી હિમ વર્ષા થશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે. 24થી 26માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષોપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. દેશની વાત કરીએ તો, આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા રહેશે. જ્યારે અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડી શકે છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ