Vishabd | અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી ચેતવણી, વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે, શું છે નવી આગાહી અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી ચેતવણી, વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે, શું છે નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી ચેતવણી, વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે, શું છે નવી આગાહી

અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી ચેતવણી, વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે, શું છે નવી આગાહી

Team Vishabd by: Majaal | 08:58 AM , 09 September, 2024
Whatsapp Group

સરસ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો સમુદ્રમાં વહાણોને અસર થાય તેવી હલચલ જોવા મળશે. સરસ પૂર્ણિમા પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે. વાદળ છવાયું લાગશે.

23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેલી છે. ખેતરમાં પડેલા પાથરમાં ઝેરી જીવજંતુનો ભય રહે છે. સપ્ટેમ્બર માસમાં નીઘાલ આવેલા કૃષિ પાકોમાં દાણા ઉગી જવાની શક્યતા છે. પવનના કારણે પાક પડી જવાની શક્યતા રહેશે. શરદ ઋતુમાં પશુઓમાં પણ રોગ આવતો હોય છે.

પંચમહાલના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દાહોદ, હાલોલ, કલોલના જુદા જુદા ભાગોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત તારીખ 12થી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે. દક્ષિણ ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતાં તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે.

તેથી બિહાર વગેરેના ભાગોમાં પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે અને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજી એક સિસ્ટમ 22 સપ્ટેમ્બરે થશે.

તારીખ 22થી 25માં ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ