Vishabd | એલર્ટ: આજે રાત્રે મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ, જાણો કયા જીલ્લામાં ભારે વરસાદની આગાહી એલર્ટ: આજે રાત્રે મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ, જાણો કયા જીલ્લામાં ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
યોજનાઓ

એલર્ટ: આજે રાત્રે મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ, જાણો કયા જીલ્લામાં ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 06:28 PM , 05 July, 2022 એલર્ટ: આજે રાત્રે મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ, જાણો કયા જીલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે રાત્રે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્મ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 

પુનર્વસુ નક્ષત્ર: કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ, જાણો ક્યુ વાહન, કેટલો વરસાદ, નક્ષત્રમાં વરસાદની આગાહી

આ પણ વાચો: આગામી 24 કલાકમાં મેઘ તાંડવ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, ભરૃચ, તાપી, ડાંગ, આણંદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ આગાહી કરી છે.

રાજયમાં આજે રાત્રીથી કાલ સવાર સુઘીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. 

સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમાનાથ અને જુનાગઢમાં ઓરેંજ એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. બાકીના વિસ્તારોમાં વાદળછાયા વાતારણ રેવાની શકયતા છે. તો અમુક વિસ્તારોમાં સારા વરસાદની શકયતા છે. 

6 તારીખ:  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાચો: 7 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી, સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ખાબકશે ધોધમાર વરસાદ

7 તારીખ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. અને વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ આગાહી વ્યકત કરવામાં આવી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.

8 તારીખ: બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે. અને ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ જાહેરાત
આ આર્ટીકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવોદ અમારી વેબ સાઇટ “Vishabd” કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટીકલની નકલ કરવી નહીં.

સબંધિત પોસ્ટ