ગુજરાત રાજયના હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 2 સપ્ટેમ્બરથી 4 દિવસ સુધી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જયારે 31 ઓગસ્ટ માટે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જયારે 1 સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી.
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પપ્રેશર સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પરથી પસાર થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાત રાજ્ય પરથી જયારે અસના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. કચ્છને સ્પર્શીને વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે. કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે, જે પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ ફંટાશે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે વરસાદનું જોર ઘટશે