Vishabd | ખેડૂતોમાં હરખની હેલી, 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો કયા પડશે ભારેથી અતિભારે વરસાદ ખેડૂતોમાં હરખની હેલી, 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો કયા પડશે ભારેથી અતિભારે વરસાદ - Vishabd
Vishabd
કૃષિ દર્શન

ખેડૂતોમાં હરખની હેલી, 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો કયા પડશે ભારેથી અતિભારે વરસાદ

Team Vishabd by: Akash | 03:05 PM , 02 July, 2022 ખેડૂતોમાં હરખની હેલી, 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો કયા પડશે ભારેથી અતિભારે વરસાદ

4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. તેથી ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે. અમુક વિસ્તારોમાં વરસાદ બાકી હશે પરંતુ આગામી સમયમાં ત્યાં પણ મેઘ મહેર થય જશે. હાલ રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

હવામાન ખાતાએ રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

તો આ સાથે સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદમાં રહેશે સામાન્ય વરસાદ

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આમ તો ત્યાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડયો પણ છે.

સબંધિત પોસ્ટ