Vishabd | રાજ્યમાં આગામી 5 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ, વાવણીલાયક વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી રાજ્યમાં આગામી 5 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ, વાવણીલાયક વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

રાજ્યમાં આગામી 5 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ, વાવણીલાયક વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Team Vishabd by: Akash | 09:33 PM , 29 June, 2022 રાજ્યમાં આગામી 5 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ, વાવણીલાયક વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં આગામી 5 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ તો પડી જ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આ મહત્વની આગાહી કરી છે.

ગુજરાતમાં આગામી 5 તારીખ સુધી ભારે વરસાદ

જોકે, અહીં છેલ્લા ઘણા સમયથી છૂટોછવાયો વરસાદ આવી જ રહ્યો છે. તેવામાં ગયા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું સારું જાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાત હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકની અંદર સારો વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે. ત્યારે મળતી માહિતી મુજબ, 1 જુલાઈ સુધીમાં રાજ્યની અંદર ભારેથી અતિભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યની અંદર અને વલસાડમાં સારામાં સારો ઝાપટાંથી લઈને ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. આથી ગુજરાતમાં સમગ્ર રાજ્યની અંદર અને વલસાડના ગામડાઓની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. તેવા એંધાણ છે.

ભારે પવન ફૂંકાવાની શક્યતા

સાથેસાથે પોરબંદર, જાફરાબાદ, દમણની ઉપરાંત દરિયાકાંઠાના ઘણા કિનારાની અંદર 30થી લઈને 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે અને કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

દરિયા કાંઠા વિસ્તારમાં અપાયું ત્રણ નંબરનું સિગ્નલ

તો આ તરફ આજે ભરૂચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગરની અંદર પણ ભારેમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત 30 જૂન સુધીમાં ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને પોરબંદર, જૂનાગઢ દેવભૂમિદ્વારકામાં પણ ઘણી જગ્યાઓ પર સારામાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે.

દરિયો ન ખેડવા સૂચના

રાજ્યની અંદર ધીમેધીમે પવનની ગતિ વધવાની સાથેસાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ઘણી જગ્યા ઉપર સૂચના આપી દેવામાં આવી છે. વાત કરીએ તો, હવામાન વિભાગની યાદી પ્રમાણે, 1થી 5 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સબંધિત પોસ્ટ