Vishabd | રમણીકભાઇ વામજાની આગાહી: ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ, ચોમાસું 16 આની, જાણો વઘુમાં શુ કરી આગાહી રમણીકભાઇ વામજાની આગાહી: ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ, ચોમાસું 16 આની, જાણો વઘુમાં શુ કરી આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

રમણીકભાઇ વામજાની આગાહી: ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ, ચોમાસું 16 આની, જાણો વઘુમાં શુ કરી આગાહી

Team Vishabd by: Akash | 06:02 PM , 19 May, 2023 રમણીકભાઇ વામજાની આગાહી: ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ, ચોમાસું 16 આની, જાણો વઘુમાં શુ કરી આગાહી

રમણીકભાઇ વામજાની આગાહી: ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ, ચોમાસું 16 આની, જાણો વઘુમાં શુ કરી આગાહી

મિત્રો તમને જણાવી દઈએ કે રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાની સચોટ આગાહી કરતા આવે છે. ખાસ કરીને જ્ઞાન વિજ્ઞાનના આધારે રમણીકભાઈ આભ મંડળ, વાદળા, દિશા નો પવન તેમજ ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવન, હોળી નો પવન તેમજ નક્ષત્રોની રમણીકભાઈ વામજાની આગાહી કરતા હોય છે.

આ પણ વાચો: વડ, ખીજડો અને કરોળિયા પરથી નક્કી કરો ચોમાસું કેવું રહેશે, જાણો અંબાલાલ પટેલનું તારણ

આ પણ વાચો: શું હવામાનમાં કોઈ મોટી નવાજૂની થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન

જેની આગાહીની ખેડૂતો દર વર્ષે રાહ જોતા હોય એવા વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઈ વામજાની 2023 નું ચોમાસું કેવું રહેશે એ અંગેની આગાહી આવી છે.

રમણીકભાઈ વામજાની આગાહી મુજબ આ વર્ષે રેવતી, અશ્વની અને ભરણી નક્ષત્રમાં ચોમાસું બગડવાના જે દોષો ઊભા થયા હતા તે, ભડલી વાક્ય મુજબ કૃતિકા નક્ષત્ર માં થયેલા વરસાદે તમામ દોષોને ધોઈ નાખ્યા છે.

રમણીકભાઈ વામજાની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં 50 થી 55 ઇંચ વરસાદ થવાની શકયતા  રહેલી છે. આ વર્ષે રમણીકભાઈ વામજાના અનુમાન મુજબ 16 આની વર્ષ થાય એવી સંભાવના છે.

ભાદરવા મહિનામાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં 40 થી 45 ડેમો ઓલ ઓવરફ્લો થશે. આ વર્ષે ત્રણ તબક્કે વાવણી થશે. વાવણીનો પ્રથમ વરસાદ જામનગર જિલ્લામાં થશે. બનાસકાંઠા અને લાગુ રાજસ્થાનના ક્ષેત્રોમાં ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ જોવા મળશે.

રોહિણી નક્ષત્રમાં 27 મે થી 31 મે દરમિયાન ભારે ગરમીની શકયતા રહેશે. વાવાઝોડાની શકયતા રહેશે. ચોમાસામાં વીજળી પડવાના પણ બનાવો વધુ જોવા મળશે.

આ વર્ષે ચોમાસમાં મગફળીનો પાક પુષ્ફળ થશે. તો ભડલી વાક્યના અનુસંધાને ભાદરવા સુદ છઠના દિવસે અનુરાધા નક્ષત્ર હોવાથી વર્ષ સારું રહેવાનો અંદાજ રમણીકભાઈ વામજાએ આપ્યો છે.


સબંધિત પોસ્ટ