Vishabd | આદ્રા નક્ષત્ર: કયુ વાહન? કેટલો વરસાદ? જાણો આ નક્ષત્રની લોકવાયકા આદ્રા નક્ષત્ર: કયુ વાહન? કેટલો વરસાદ? જાણો આ નક્ષત્રની લોકવાયકા - Vishabd
Vishabd
કૃષિ દર્શન

આદ્રા નક્ષત્ર: કયુ વાહન? કેટલો વરસાદ? જાણો આ નક્ષત્રની લોકવાયકા

Team Vishabd by: Akash | 11:38 AM , 24 May, 2023 આદ્રા નક્ષત્ર: કયુ વાહન? કેટલો વરસાદ? જાણો આ નક્ષત્રની લોકવાયકા

આદ્રા નક્ષત્ર: કયુ વાહન? કેટલો વરસાદ? જાણો આ નક્ષત્રની લોકવાયકા

આદ્રા નક્ષત્ર

મિત્રો વરસાદના નક્ષત્રો ઉપર લોકોનો વિશ્વાસ આજે સદીઓથી ચાલી આવ્યો છે. કયું નક્ષત્ર ક્યારે બેસે અને નક્ષત્રનું વાહન શું હોય તો તે નક્ષત્રમાં કેવો વરસાદ પડે? આ વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

મોટેભાગે દર વર્ષે ચોમાસાનું આગમન આદ્રા નક્ષત્રમાં થતું હોય છે. તો દર વર્ષે આદ્રા નક્ષત્ર મોટે ભાગે 21 જૂન કે 22 જૂન ના રોજ બેસતું હોય છે. તો મિત્રો આ વર્ષે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ 22 જુના રોજ ગુરુવારે સાંજે 5 અને 49 મીનીટે થય ગયુ છે. ત્યારે આ નક્ષત્રનું વાહન ઘેટાનું છે.

આદ્રા નક્ષત્રમાં હવામાન 

મિત્રો આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી શકે. આ નક્ષત્ર ઉતરતા વરસાદના સારા યોગ ઉભા થશે. આ નક્ષત્ર દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ પણ સારું જોવા મળે. તો કોઈ કોઈ વિસ્તારોમાં આ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે. ટૂંકમાં આદ્રા નક્ષત્રની શરૂઆત 22 જૂનના રોજથી થશે અને આદરા નક્ષત્રની સાથે 2023 નું ચોમાસું પણ શરૂ થશે.

મિત્રો આદ્રા નક્ષત્ર બેસતા પહેલાના ત્રણથી ચાર દિવસ દરમિયાન જો અગ્નિ ખૂણામાંથી સતત પવન ફૂંકાય તો, આદ્રા નક્ષત્ર મોટે ભાગે કોરું જાય છે. અને આદ્રા નક્ષત્રના ચોથા ચરણમાં એટલે કે આદ્રા નક્ષત્ર ઉતરતા વરસાદની સંભાવના ઊભી થતી હોય છે. પરંતુ આવું ભાગ્ય જ કોઈ વર્ષમાં થતું હોય છે.

મોટેભાગે આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળતું હોય છે. તો મિત્રો આ વર્ષે ક્યાં નક્ષત્ર ક્યારે બેસે છે અને કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે એ અંગેની સતત માહિતી અમે આ વેબસાઈટના માધ્યમથી આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો આભાર.


સબંધિત પોસ્ટ